ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. હરિયાણામાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે પક્ષ દ્વારા તેમને 'ઓબ્ઝર્વર' (નિરીક્ષક) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પક્ષના આ નિર્ણયથી હર્ષ સંઘવીનું રાજકીય કદ વધુ ઉજાગર થયું છે.
હરિયાણામાં ત્રિપાંખિયો જંગ
હરિયાણામાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટેની ચૂંટણી હાલમાં ભારે ચર્ચાનો વિષય બની છે. આ ચૂંટણીમાં બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હોવાથી મુકાબલો અત્યંત રસપ્રદ અને રસાકસીભર્યો બન્યો છે. આ સ્થિતિ વચ્ચે, ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને પક્ષના હિતમાં પાર પાડવા માટે હર્ષ સંઘવીને ખાસ નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા છે.










