ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ્ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ના ડૉ. કિરણ સી. પટેલ સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (KPCSD) દ્વારા 'અર્બન રેઝિલિયન્સ સ્ટ્રેટેજીસઃ પ્લાનિંગ ફોર ક્લાયમેટ ચેન્જ એન્ડ એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ' વિષય પર ત્રણ દિવસીય વર્કશોપનો પ્રારંભ થયો છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઇિન્સ્ટટયૂટ (GUDI) ના સહયોગથી આયોજિત આ વર્કશોપ 25 જૂન 2026 સુધી ચાલશે. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ હવામાન પરિવર્તન અને અતિશય પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડી શકે તેવા ટકાઉ અને સર્વસમાવેશી શહેરોના નિર્માણ માટે વહીવટકર્તાઓ, શહેરી આયોજકો, ઇજનેરો અને સંશોધકોને એક મંચ પર લાવી વ્યૂહરચનાઓ ઘડવાનો છે. આ ખાસ વર્કશોપનું ઉઘ્દાટન GUDIના ડાયરેક્ટર જનરલ ડૉ. આઈ. પી. ગૌતમ (IASનિવૃત્તા) દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ.આઈ. પી. ગૌતમે પ્રોએક્ટિવ અર્બન પ્લાનિંગ અને સંસ્થાકીય જોડાણ પર ભાર મૂકતા કહ્યું કે, શહેરી સજ્જતા વધારવા માટે માત્ર આપત્તિઓ સામે પ્રતિક્રિયા આપવાને બદલે ભવિષ્ય માટે અનુકૂલનક્ષમ શહેરો તૈયાર કરવા જરૂરી છે. તેમની જાહેર વહીવટની લાંબી સફ્રે સાબિત કર્યું છે કે હવામાનના જોખમોનો સામનો કરવા માટે આગોતરૂ આયોજન જ એકમાત્ર ઉપાય છે.હવામાન પરિવર્તન હવે દૂરનું સંકટ નથી, શહેરોએ આજની તારીખમાં જ તેનો સામનો કરવો પડશે

બુહારી મૈત્રી તોડતા સગીરાએ અન્ય સગીરાનું ગળું દબાવી કાંડા પર ચપ્પુના ઘા ઝીંક્યા









