આગામી ૨૬ ફેબ્રુઆરી–૨૦૨૬થી શરૂ થતી બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત શંકાઓ, પ્રશ્નો ,માનસિક તણાવ અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે સહાય મળી રહે તે માટે આ હેલ્પલાઇન નં.૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ તા. ૧૨/૦૨/૨૦૨૬ થી તા. ૧૮/૦૩/૨૦૨૬ દરમ્યાન કાર્યરત રહેશે.

આ હેલ્પલાઇનનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે

આ હેલ્પલાઇન પર એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. રાજ્યનાં તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળાઓને આ હેલ્પલાઇનનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર : ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ રહેશે અને તે સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે, તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સચિવ દ્વારા જણાવવામાં આવ્યું છે.