રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી હવે તેના અંતિમ ચરણમાં છે. આગામી 11 ડિસેમ્બરે ગણતરીનો તબક્કો પૂર્ણ થશે, જેની સાથે સમગ્ર પ્રક્રિયાનું સમાપન થશે. ચૂંટણી પંચે દાવો કર્યો છે કે 99.97% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને નોંધનીય છે કે 17 જિલ્લામાં 100% કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.


SIR કામગીરીનો 11 ડિસેમ્બરે ગણતરીનો તબક્કો પૂર્ણ 

અંતિમ તબક્કામાં 4.21 લાખથી વધુ મતદારોની ખરાઈ કરવામાં આવી રહી છે. આમાં વિશેષરૂપે 85 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનની ખરાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે.આ સઘન ઝુંબેશ દરમિયાન કેટલાક મહત્ત્વના ડેટા સામે આવ્યા છે, જે મતદાર યાદીની ચોકસાઈ માટે જરૂરી પગલાં સૂચવે છે:

18 લાખથી વધુ મતદારો મૃત્યુ પામ્યા હોવાનું તારણ 

11.58 લાખથી વધુ ડબલ એન્ટ્રી હોવાનું સામે આવ્યું છે, જેના નામોની ચકાસણી કરવા માટે પંચ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.18 લાખથી વધુ મતદારો મૃત્યુ પામ્યા હોવાનું તારણ આવ્યું છે.10.37 લાખ મતદારો એવા છે જેઓ દર્શાવેલા સરનામે મળી આવ્યા નથી.સકારાત્મક બાબત એ છે કે 40.47 લાખથી વધુ મતદારો કાયમી (કન્ફર્મ) થયા છે, જે યાદીને મજબૂત બનાવે છે. ચૂંટણી પંચ દ્વારા યાદીને સંપૂર્ણપણે ભૂલમુક્ત બનાવવા માટે આખરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ, સુધારેલી અને ચોક્કસ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: