ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમાવો આવે કે ન આવે પરંતુ વાતાવરણના ગરમાવાથી નેતાઓ ત્રસ્ત થઈ ગયા છે. પ્રચાર માટે મળેલા ઓછા દિવસો વચ્ચે ગરમીને પગલે ઉમેદવારો અને તેમના સમર્થકોને બપોરના સમયે ફરજિયાત પ્રચાર બંધ કરવાની નોબત આવે છે. જેને પગલે ઉમેદવારો સવારે વહેલા અને રાત્રી દરમિયાન ડોર ટુ ડોર પ્રચારમાં લાગેલા જોવા મળે છે. ઉમેદવારોના સમર્થકો પણ ગરમીથી બચવા માટે પાણી,ઠંડાપીણા, છત્રીનો સહારો લેતા જોવા મળે છે.ગાંધીનગર જિલ્લા પંચાયત, કલોલ, માણસા, દહેગામ તાલુકા પંચાયત અને કલોલ-દહેગામ પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ઉમેદવારોને પ્રચાર સામે પહેલાંથી જ ઓછો સમય મળ્યો છે, તેવામાં કાળઝાળ ગરમીએ ઉમેદવારો પરેશાન થઈ ગયા છે. ગરમીમાં સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારો અવરજવર ઓછી થઈ જતી જોવા મળે છે. આવી સ્થિતિમાં ઉમેદવારો સવારે અને રાત્રી દરમિયાન જ ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યાં છે. સવારના સમયે પ્રચારમાં પણ પાણી અને ઠંડાપીણાની ખપત સામાન્ય દિવસો કરતાં વધારે રહે છે.જેમાં ઘણીવાર નાસ્તા કરતાં વધારે ખર્ચો પાણી-ઠંડાપીણામાં થઈ જતો હોય છે.

ઇસનપુરમાં શાકભાજીની લારીઓના દબાણથી સ્થાનિકો પરેશાન









