એસટી અમદાવાદ વિભાગીય નિયામક દ્વારા 17 જેટલા કંડક્ટરને ટ્રાફિક કંટ્રોલર તરીકે કાયમી બઢતી જ્યારે 20 જેટલા કંડક્ટરને હંગામી ધોરણે ટ્રાફીક કંટ્રોલરમાં બઢતી આપવામાં આવી છે. જેમાં ગાંધીનગર ડેપોના 10 જેટલા કર્મચારીઓને બઢતી મળી છે, જે પૈકી ચારને કાયમી તથા છ કર્મીને હંગામી બઢતી મળી છે. કાયમી બઢતીમાં પરેશકુમાર પટેલ, મુકેશકુમાર ડામોર, વિનયકુમાર અસારી, હેતલકુમાર રાવલનો સમાવેશ થાય છે. જ્યારે હંગામી બઢતીમાં વજેસિંહ ઠાકોર, સબ્બીરઅલી દાંત્રોલીયા, રાજેન્દ્રકુમાર દંતાણી, હરીશકુમાર બરંડા, રાંજેન્દ્રકુમાર ચાવડાનો સમાવેશ કરાયો છે. બઢતી કરાયેલા કર્મચારીઓમાં પાંચ કર્મચારીને ગાંધીનગરમાં જ જ્યારે પાંચ કર્મચારીને બઢતી સાથે બદલીના ઓર્ડર થયા છે. બઢતીને પગલે ગાંધીનગર ડેપોમાં કર્મચારીઓમાં ખુશી છવાઈ હતી. અન્ય કર્મચારીઓ દ્વારા બઢતી પામેલા કર્મચારીનું સન્માન કર્યું હતુ.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









