ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પાણી, જમીન સંપાદન, ભૂગર્ભ લાઈન, વીજ જોડાણ, દબાણ સહિતના 14 ફરિયાદો મળી હતી. જે પૈકી કલેક્ટર દ્વારા 11 પ્રશ્નોનો સ્થળ ઉપર નીકાલ કર્યો હતો. જ્યારે ત્રણ જેટલા પ્રશ્નોનો પેન્ડિંગ રાખવામાં આવી હતા. ગાંધીનગર કલેકટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પાણી, સંપાદિત જમીન, ભૂગર્ભ લાઈન, વીજ જોડાણ, દબાણ હટાવવા સહિતના કુલ 14 અરજીઓ મળી હતી. કલેકટરે તમામ અરજદારોને સાંભળી સત્વરે નિવારણ લાવવા સંલગ્ન વિભાગોને સૂચના આપી હતી. કાર્યક્રમમાં સ્થળ પર જ 11 પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું અને 3 પ્રશ્ર પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ, નિવાસી અધિક કલેકટર વિપુલ ઠક્કર, પ્રાંત અધિકારીઓ સહિત સંલગ્ન વિભાગોનાં અધિકારી, કર્મચારીઓ અને અરજદારો હાજર રહ્યાં હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો