ઇન્દ્રોડા પાર્કમાં આજરોજ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સમિક્ષા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ તાજેતરમાં રેસ્ક્યુ કરીને લાવવામાં આવેલા ચોસીંગાના બચ્ચા તથા વરૂની કરાતી સારસંભાળ મામલે વિગતો મેળવી તેની સમિક્ષા કરી હતી. ઉલ્લેખનીય છેકે, ચોસીંગા હરણને મળતુ તૃણાહારી પ્રાણી છે. નરને માથે ચાર શિંગડા હોય છે. કાળિયારની ઝાંખી કરાવતુ આ પ્રાણી મોટાભાગે સાબરકાંઠા, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં જોવા મળે છે. તાજેતરમાં ચોસીંગાના બચ્ચાને રેસ્ક્યુ કરીને ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવ્યુ છે. નર ચોસીંગાના ચાર સીંગબા બે જોડીમાં જોવા મ ળે છે. પાછળની જોડી મોટી અને આગળની જોડી ટુંકી હોય છે. જ્યારે માદાને શિંગડા હોતા નથી. પુખ્ત ચોસીંગાનું વજન સામાન્ય રીતે 15 થી 25 કિલો હોય છે. જે પીળાશ પડતા ભુરા રંગના હોય છે. ગુજરાત ઉપરાંત નેપાળમાં તેની વ્યાપક પ્રમાણમાં વસતી જોવા મળે છે. ટેટ્રાસેરસ પ્રજાતિનું આ એકમાત્ર સભ્ય છે. ચોસીંગાના શરીર પર પીળા પડતા બદામી, ક્યારેક લાલશ પડતા કે સોનેરી રંગના વાળ હોય છે. તેના ચાર શિંગડા તેને અન્ય હરણો અને ગોવંશ વર્ગના પ્રાણીઓથી અલગ પાડે છે. શીંગડા સીધા ખીલા જેવા હોય છે. જે કાનની વચ્ચે આવેલા હોય છે. આ પ્રાણી દિવસ દરમિયાન સક્રિય રહે છે. આ પ્રાણી ખુબ જ શરમાળ અને ભાગ્યે જ જોવા મળે છે. ઘાસ, છોડ, પાંદડા, ફુલો ફળ તેનો ખોરાક છે. તેને વારંવાર પાણીની જરૂર પડતી હોય મોટાભાગે તે પાણીના સ્ત્રોતો નજીક રહેવાનું પસંદ કરે છે. આ પ્રાણી હાલમાં આઇયુસીએન રેડ લિસ્ટમાં સંવેદનશીલ તરીકે સુચિબધ્ધ છે. તાજેતરમાં આ પ્રાણીના બચ્ચાનચે રેસ્ક્યુ કરીને ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવ્યુ હતું. જેની હાલ સારસંભાળ લેવામાં આવી રહી છે. વનમંત્રીએ આજે આ ચૌસીંગાના બચ્ચાને દુધ પીવડાવ્યુ હતું. તેઓએ આ ઉપરાંત ઇન્દ્રોડા પાર્કમાં સાયકલ સવારી કરીને બોટનિકલ ગાર્ડન, સર્પગૃહ, તૃણાહારી પ્રાણી વિભાગ, પક્ષી વિભાગ તેમજ બિલાડી કુળના પ્રાણીઓના વિભાગની પ ણ મુલાકાત લીધી હતી.
