ગાંધીનગર સેક્ટર-6 સ્થિત એક ફ્લેટમાં ફસાયેલા વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે લિફ્ટનો દરવાજો ખોલીને સફળતા પુર્વક બહાર કાઢયો હતો. ફાયર બ્રિગેડને આ મામલે કોલ મળ્યો હતો. આથી ટીમ તુંરત જ સે.6 સ્થિત વિર ભગતસિંહ ફ્લેટ ખાતે દોડી ગઇ હતી. જેમાં એક વ્યક્તિ લિફ્ટમાં ફસાયેલો હતો. ફાયર બ્રિગેડની ટીમે લિફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્રારંભમાં તેમાં સફળતામળી નહતી. કોઇ કારણોસર લિફ્ટ અધવચ્ચે જ અટવાઇ પડી હતી. લિફ્ટમાં એક જ વ્યક્તિ હોવાનું જણાયુ હતું. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલીને તેમાં ફસાયેલ વ્યક્તિને બહાર કાઢી હતી.
