ગાંધીનગરમાં સેક્ટર 6-7 કટ નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક કાર ચાલકે અચાનક યુવતીને અડફેટે લીઇ લીધી હતી. અકસ્માત બાદ કાર નિયંત્રણ ગુમાવીને નજીકના ઝાડ સાથે અથડાઈ ગઈ હતી..
વેગન આર ચાલક તેમજ યુવતી બંને ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં વેગનઆર ચાલક તેમજ યુવતી બંને ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
