માણસા તાલુકાની મહુડી જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર સવિતાબેન હેમતાજી મકવાણાએ કોંગ્રેસના ઉમેદવાર નિસીલા ગાભુસિંહ રાઠોડને સમર્થન જાહેર કર્યું છે. આ જાહેરાત બાદ કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સમર્થન લાકરોડા ગામ ખાતે મહાકાળી મંદિર પાસે યોજાયેલી બેઠકમાં જાહેર કરાયું હતું. સવિતાબેન હેમતાજીના પતિ હેમતુજીએ જણાવ્યું કે, મતોનું વિભાજન અટકાવવા માટે તેમણે કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. મહુડી જિલ્લા પંચાયત બેઠક હાલ કોંગ્રેસના કબજામાં છે, અગાઉ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ગાભુસિંહ રાઠોડ આ બેઠક પરથી જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હતા. હવે કોંગ્રેસે તેમના પુત્રી નિસીલા ગાભુસિંહ રાઠોડને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મહુડી બેઠકના ભાજપના ઉમેદવારો પણ આ સમયે લાકરોડા ગામે લોકસંપર્ક કરી રહ્યા હતા. ભાજપના આગેવાનો ગામમાં હાજર હતા તે જ સમયે કોંગ્રેસે AAPઉમેદવારનો ટેકો મેળવીને રાજકીય દાવ ખેલ્યો હતો.

Gandhinagar News: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 71 કર્મચારીઓની થઈ બદલી









