દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા ગામમાંથી ગૌવંશના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હોવાથી પોલીસ શોધી રહી હતી. જે દરમિયાન કમાલબંધ વાસણા ગામેથી તેને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે આરોપી ઇસમને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલ આરોપી પોલીસથી બચવા માટે બાયડ રેલવે ફાટક પાસે એક ઝુંપડુ બનાવીને તેમાં રહેતો હોવાનુ પોલીસની તપાસમાં સામે આવ્યુ હતુ. નાસતા ફરતા ઓરોપીઓને શોધી કાઢીને તેમનીસામે પગલા ભરવા અને અસરકારક કામગીરી કરવાની સુચનાઓ અન્વયે દહેગામ પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા તેમજ ફરાર આરોપીઓને શોધી કાઢવા પેટ્રોલીંગ વધાર્યુ હતુ. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દહેગામ પોલીસ સ્ટેશનના ગૌવંશના ગુનામા છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી વિષ્ણુ કાળા દેવિપુજક (રહે. હાલ બાયડ રેલવે ફાટક પાસે ઝુંપડામાં, મુળ રહે. કમાલબંધ વાસણા તા. દહેગામ) કમાલબંધ વાસણા તેના ગામે આવેલ છે. આ હકીકત આધારે પોલીસે ગામમાં પહોચીને ઉફરોક્ત આરોપીને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો