પાટનગરમાં સરકારી આવાસો ઉપર અનઅધિકૃત કબ્જો, પેટા ભાડુઆત સહિતના કિસ્સામાં તંત્ર દ્વારા બજાર ભાવે ભાડાની વસૂલાત કરવામાં આવે છે. જેમાં તંત્ર દ્વારા મકાન ખાલી કરાવવા તથા ભાડાની વસૂલાત માટે ઈવિક્શન કોર્ટમાં કેસ કરવામાં આવે છે. ત્યારે આવાસ ખાલી કરાવવા માટે 30થી વધુ જ્યારે ભાડાની વસૂલાત માટે 200 જેટલા કેસ હાલ પેન્ડિંગ હોવાની વિગતો છે. પાટનગરમાં બદલી, નિવૃતી કે અવસાન સહિતના કિસ્સામાં આવાસ ખાલી કરાવવા કે પેટાભાડુઆતના કેસોમાં વસૂલાત માટે ઘણા કિસ્સાઓમાં તંત્રને ઈવિક્શન કોર્ટનો સહારો લેવો પડે છે. આવા કિસ્સાઓમાં આવેલા નિર્ણયોમાં હાલ 30 જેટલા પેન્શનર્સ અને 15 જેટલા સરકારી કર્મચારીઓના પગારમાંથી ભાડાની વસૂલાત ચાલી રહી છે. જોકે હજુ પણ ઈવિક્શન કોર્ટમાં ભાડાની વસૂલાત માટે 200 જેટલા કેસ જ્યારે આવાસ ખાલી કરાવવા માટે 30 જેટલા કેસ પેન્ડિંગ છે. જેને પગલે આગામી દિવસોમાં વધુ કેટલાક કર્મચારી કે પેન્શનર્સને કપાત માટે તૈયાર રહેવું પડે તો નવાય નહીં. અનઅધિકૃત કબ્જો અને પેડાભાડુઆત સહિતના કિસ્સામાં પાટનગર યોજના વિભાગ દ્વારા પહેલાં નોટિસો આપીને આવાસ ખાલી કરવા કે ભાડાની વસૂલાત માટે પ્રયત્ન કરે છે. જોકે કર્મચારી કે તેમના પરિવારો નોટિસોને ધ્યાને ન લેતા ના છૂટકે નિયમ મુજબ ઈવિક્શન કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. થોડા વર્ષો પહેલાં આવા 400થી પણ વધારે કેસો દાખલ થયા હતા. જેમાં સ્પેશિયલ અધિકારીને મુકાતા એક પછી એક કેસોનો ઝડપી નિકાલ થયો હતો.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









