આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 16મો દિવસ છે. આજે ગૃહમાં જળસંચય અને જળભાગીદારી અંગે ચર્ચાઓ થઈ હતી. આ દરમિયાન વિપક્ષના ધારાસભ્યએ રાજ્યમાં જળ સંચય માટે કેન્દ્ર સરકારે કેટલી ગ્રાન્ટ આપી તેના જવાબમાં સરકારે માત્ર મામૂર શબ્દ કહ્યો હતો. આ શબ્દને લઈને ગૃહમાં બેઠેલા તમામ ધારાસભ્યોમાં કુતૂહલ સર્જાયું હતું.


આ શબ્દને લઈને સ્પષ્ટતા કરવા માગ કરાઈ

ગુજરાત વિધાનસભામાં જળ સંચય અને જળભાગીદાગીને લઈને ચર્ચાઓ થઈ હતી. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષના ધારાસભ્ય દ્વારા સરકારને સવાલ કરાયો હતો કે, કેન્દ્ર સરકાર તરફથી જળ સંચય અને જળભાગીદારી અંગે છેલ્લા બે વર્ષમાં કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને રાજ્ય સરકાર તરફથી આ ગ્રાન્ટમાંથી કેટલી રકમ વાપરવામાં આવી છે. આ સવાલના જવાબમાં સરકારે માત્ર મામૂર શબ્દનો પ્રયોગ કરતાં ગૃહમાં બેઠેલા તમામ ધારાસભ્યો મુંઝવણમાં મુકાયા હતાં. મામુર શબ્દનો અર્થ શું એવી ચર્ચાઓ ચાલી હતી. ત્યાર બાદ આ શબ્દને લઈને સ્પષ્ટતા કરવા માગ કરાઈ હતી. ત્યારે સરકાર તરફથી કહેવાયું હતું કે, મામુર એટલે શૂન્ય નીલ.

જળ અભિયાનમાં ગુજરાતે રેકોર્ડ નોંધાવ્યો

બીજી તરફ જળ અભિયાનમાં ગુજરાતે રેકોર્ડ નોંધાવ્યો હોવાનું પણ ગૃહમાં સરકારે જણાવ્યું હતું. ત્રણ મહાનગર પાલિકા અને એક જિલ્લો જળસંચયમાં ટોપ સ્થાને હોવાનું સરકારે જણાવ્યું હતું. ગાંધીનગરના ઉત્તરના ધારાસભ્ય દ્વારા પાણી પુરવઠા મંત્રીને સવાલ કરાયો હતો. જેના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે, જળ સંચયમાં અમદાવાદ મનપા ત્રીજા ક્રમે છે. સુરત મનપા ચોથા ક્રમે છે. જ્યારે જામનગર મનપા સાતમા ક્રમે છે. સુરત જિલ્લાનો ટોપ ટેનમાં સમાવેશ કરાયો છે.

આ પણ વાંચોઃ Tharad News: થરાદ કેનાલમાં પ્રેમીપંખીડાએ કરી આત્મહત્યા, હાથ બાંધી જીવન ટૂંકાવ્યું


  • Follow us on: