રાજ્ય સરકાર હસ્તકના રોડ, પુલો અને મકાનો સહિત તમામ જાહેર સંપત્તિની દેખરેખ માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી સમયમાં એક અસેટ સેફ્ટી પોર્ટલ શરૂ કરવામાં આવશે, જેના માધ્યમથી રાજ્યની તમામ જાહેર સંપત્તિ પર ઓનલાઇન નજર રાખી શકાશે.

 કામોની તબક્કાવાર માહિતી અને તેનાં ફોટા અપલોડ કરવાનું ફરજિયાત

રાજ્યના સરકાર હસ્તકના તમામ રસ્તાઓ, પુલો અને મકાનોની હાલત અને મેન્ટેનન્સ અંગેની માહિતી આ પોર્ટલ પર અપલોડ થશે. કામોની તબક્કાવાર માહિતી અને તેનાં ફોટા અપલોડ કરવાનું ફરજિયાત રહેશે.

તપાસ અને ઇન્સ્પેક્શનની વિગતો પણ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે

અધિકારીઓ દ્વારા કરવામાં આવતી તપાસ અને ઇન્સ્પેક્શનની વિગતો પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા તંત્રએ જાહેર સંપત્તિના કામો, ફોટા અપલોડ કરવા પડશે

જાહેર સંપત્તિ માટે યુનિક આઈડી બનાવવામાં આવશે

 દરેક જાહેર સંપત્તિ માટે યુનિક આઈડી બનાવવામાં આવશે અને તેની નિશ્ચિત અવધિ સુધીની માહિતી દાખલ કરવી ફરજિયાત રહેશે. જાહેર સંપત્તિ ની જાળવણી અને દેખરેખ માટે વિસ્તૃત વિગતો સાથે પરિપત્ર કરાયો છે.


આ પણ વાંચો----     Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..