રાજ્યની રાજનીતિ અને વિકાસની દિશા નક્કી કરનાર ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે. મહત્વનું છે કે આ બજેટ સત્ર 25 માર્ચ સુધી ચાલશે, જેમાં કુલ 23 દિવસ દરમિયાન 26 બેઠકો યોજાશે.
રાજ્ય સરકાર વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરશે
આ સત્ર દરમિયાન રાજ્ય સરકાર વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરશે, જેને લઈને તમામ રાજકીય પક્ષો અને જનતા વચ્ચે ભારે રસ જોવા મળી રહ્યો છે. બજેટ સત્રમાં વિકાસ યોજનાઓ, આર્થિક નીતિઓ, ખેડૂત, યુવા અને મધ્યમ વર્ગને લગતા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
સરકાર પોતાના વિકાસ કાર્યો અને નીતિઓને રજૂ કરશે
વિપક્ષ તરફથી મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓ ઉઠાવવાની તૈયારી કરવામાં આવી છે, જ્યારે સરકાર પોતાના વિકાસ કાર્યો અને નીતિઓને રજૂ કરશે.
સત્રની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી
વિધાનસભા સચિવાલય દ્વારા સત્રની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું જણાવાયું છે. બજેટ સત્ર દરમિયાન ગૃહમાં ગરમાગરમ ચર્ચાઓ અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બજેટ સત્ર પરથી અનેક અપેક્ષાઓ
રાજ્યના નાગરિકો માટે આ બજેટ સત્ર પરથી અનેક અપેક્ષાઓ જોડાઈ છે, કારણ કે આવનારા સમયના વિકાસનો રોડમેપ આ સત્ર દરમિયાન નક્કી થવાનો છે.
આ પણ વાંચો---- Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કોન્ફરન્સનો શુભારંભ,અનેક મુદ્દાઓ પર કરાઇ ચર્ચા