અડાલજ ખાતે બ્રહ્મભવનનું નિર્માણ કરવામાં આવશે. આ ભવનના નિર્માણ માટે 51 કરોડથી વધુ કિંમતની મોકાની જમીન ચીમન અગ્રવાલ પરિવાર દ્વારા બ્રહ્મ સમાજને દાન કરવામાં આવી છે. આજે મૂળ માલિક પાસેથી ભૂમિ ગ્રહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં આટલી મૂલ્યવાન જમીન દાન કરનાર અગ્રવાલ પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. પરિવારે આ ભવન બનાવવા પાંચ હજાર વાર જમીન દાનમાં આપી છે. જેના પર 12 માળ સુધીનું સુવિધાજનક બિલ્ડીંગ બનાવવામાં આવશે. આ ભવનમાં બ્રહ્મ સમાજના દીકરા-દીકરીઓ માટે કન્યા અને કુમાર છાત્રાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જ્યાં તેઓ રહીને શિક્ષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે સારી સુવિધા મળી શકે. અડાલજમાં આ ભવન માટે મૂળ માલિક પાસેથી ભૂમિ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં બિલ્ડીંગ બનાવવા માટે 51 કરોડથી વધુની કિંમતની જમીન ઉપરાંત એક કરોડ રૂપિયાનું દાન ચિમન અગ્રવાલ પરિવાર દ્વારા આપવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ ગુજરાતી બ્રાહ્મણોના સંતાનો અહીં સુરક્ષિત આવાસ, પૌષ્ટિક આહાર તથા ઉત્તમ શિક્ષણ આ ત્રણેય વસ્તુઓ મેળવી શકે તેવું સ્વપ્ન એક સમયે જોયું હતું તે સપનું હવે સાકાર થઈ રહ્યું હોવાનું ત્યાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું.
