શહેરના મુખ્યમાર્ગ એવા ઘ-રોડ ઉપર ઘ-3 સર્કલને કોઈ વાહન ભટકાવાથી સર્કલમાં કેટલોક ભાગ તૂટી ગયો છે. તૂટી ગયેલા સર્કલનું સમારકામ તો આગામી દિવસોમાં થઈ જશે પરંતુ અહીં તૂટેલી જાળીની 1 પાઈપ સામાન્ય બહાર આવી ગઈ છે. જે આવતા-જતા વાહનો સાથે ઘસાતી હોવાની ફરિયાદો ઉઠી છે. એટલું જ નહીં કોઈ ટુ વ્હીલર ચાલકનું ધ્યાન ન રહે તો ગંભીર ઈજા પહોંચે તેવી સ્થિતિ છે. જેને પગલે તંત્ર દ્વારા આ દિશામાં વહેલી તકે કામગીરી કરીને સર્કલ દુરસ્ત કરાય તે જરૂરી છે.
