ગાંધીનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગેસ પુરવઠાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને થોડા સમયમાં આ બેઠક યોજાવાની છે, જેમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેશે.
ગેસ પુરવઠાની સ્થિતિ અને તેની ઉપલબ્ધતા અંગે સમીક્ષા
મળતી માહિતી અનુસાર રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિ અને તેની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં ગેસ પુરવઠાને લઈને ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ બેઠકને મહત્વ આપવામાં આવી રહ્યું છે.













