ગાંધીનગર વોર્ડ-10માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. આ દરમિયાન તેઓ સેક્ટર-1 સ્થિત મંદિરે પણ પહોંચ્યા હતા અને જ્યાં મહાદેવના પુજા અર્ચન કર્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો 136મો એપીસોડ હતો. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ યુવાનો અને વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે આ એપીસોડ નિહાળ્યો હતો.દરમિયાન તેઓ સેક્ટર-1 સ્થિત મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પુજા અર્ચના કરી રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ સમૃધ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાથના કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપા અધ્યક્ષ ડો. આશિષ દવે, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.