રાજ્યમાં પૂર્વના પવનની અસરથી છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો થયો છે. ગાંધીનગરમાં પણ બે દિવસથી 13 ડિગ્રી આસપાસ ઠંડી નોંધાઈ રહી છે.


જેને પગલે સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે. બીજી તરફ 12 વાગ્યા સુધી વાતાવરણમાં ઠંડક રહેતાં બેઠી ઠંડીનો અનુભવ હાલ લોકો કરી રહ્યાં છે. શહેરમાં બે દિવસ પહેલાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી પહોંચી ગયું હતુ. જોકે ગઈકાલે ઠંડીનો પારો બે ડિગ્રી ગગડીને 13 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે મહત્તમ તાપમાનમાં પણ 2.4 ડિગ્રી જેટલો ઘટાડો થયો હતો. ઠંડીના ચમકારા વચ્ચે ગાંધીનગરમાં આજે આંશિક વધારા સાથે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી રહ્યું હતુ. જ્યારે શહેરના વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 68 ટકા જ્યારે સાંજે 39 ટકા જેવું નોંધાયુ હતું. રાજ્યમાં પૂર્વના પવનની અસરથી મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડયો છે. બેઠી ઠંડીની અસર વચ્ચે સવારે 12 વાગ્યા સુધી વાતાવરણમાં ઠંડક રહેવા સાથે સાંજે પણ વહેલાં ઠંડક વ્યાપી જાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે-ત્રણ દિવસમાં તાપમાનમાં હજુ ઘટાડો થાય તેવી સ્થિતિ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: