ગાંધીનગરમાં યોજાયેલી વિધાનસભાની બેઠક દરમિયાન આર્થિક પછાત નિગમમાં ગ્રાન્ટ ફાળવણી અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે મંત્રી મનીષા વકીલ પાસેથી ગ્રાન્ટ ફાળવણીના નિયમો વિશે ચાર વખત સવાલ પુછ્યા છતાં સ્પષ્ટ જવાબ ન મળતા ધારાસભ્યોમાં અસંતોષ ફેલાયો હતો અને વોકઆઉટ કર્યું હતું.
ધારાસભ્યોએ વેલમાં ઘૂસીને મંત્રી પાસેથી જવાબ માંગ્યા
ધારાસભ્યોએ વેલમાં ઘૂસીને મંત્રી પાસેથી જવાબ માંગ્યા, પરંતુ મંત્રીના અલગ-અલગ જવાબ અને નિયમ અંગે સ્પષ્ટતા ન હોવાને કારણે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો
મંત્રીના જવાબથી અસમંજસ
કોંગ્રેસ ધારાસભ્યોએ ગૃહમાં વિરોધ દર્શાવ્યો અને આર્થિક પછાત નિગમમાં ગ્રાન્ટ ફાળવણી ધોરણોમાં અસમંજસ હોવાનું ઉલ્લેખ કર્યો.
ગુજરાતી ભાષામાં જવાબ આપતા શીખો
બીજી તરફ પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ મંત્રી મનીષા વકીલને ગંભીર ટોણો માર્યો હતો અને કહ્યું કે ગુજરાતી ભાષામાં જવાબ આપતા શીખો. અંગ્રેજી આંકડામાં કોઈને સમજાતું નથી. મનીષા વકીલે અંગ્રેજીમાં આંકડાકીય માહિતી આપી હતી. અંગ્રેજી સાંભળીને વિરોધ થાય તે અયોગ્ય તેમ વોરાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો----- Surat:બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ, પુત્રીએ પિતાને વોટેસએપમાં લખ્યું હતું, મિ.તુષાર ઘેલાણી, ભીખ માગીને પૈસા ચૂકવીશ