સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત, ઉમા આર્ટસ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજના ઇતિહાસ અને સમાજશાસ્ત્ર્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે 77મા સંવિધાન ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે કોલેજના આચાર્ય ડો. લલિતકુમાર પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પ્રાસંગિક ઉબ્દોધન દ્વારા વિદ્યાર્થિનીઓને ભારતીય બંધારણનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડો. કિરણ દવે, ડો. ભરત તડવી અને ડો. પરેશ ચૌહાણે સંવિધાનના ઘડતર, તેના મૂળભૂત અધિકારો, ફરજો અને વર્તમાન સમયમાં તેની પ્રાસંગિકતા વિષય પર વિસ્તૃત અને માહિતીસભર વ્યાખ્યાન આપ્યું હતું.
