ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી પનામા ખાતે યોજાયેલી ચૂંટણીમાં વિશ્વના 108 દેશોનું પ્રતિનિધિત્વ કરતી આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) ના ડાયરેક્ટર પદે ભારે ચૂંટાઈ આવ્યા છે. વૈશ્વિક ફ્લક પર સિદ્ધિ બદલ અડાલજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમનો અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતાં મુખ્યમંત્રીએ 1978 થી 2026 સુધીની દિલીપ સંઘાણીની પાંચ દાયકા લાંબી સમાજ અને સહકાર ક્ષેત્રની સમર્પિત સેવાયાત્રાને બિરદાવતા છેલ્લા ચાર વર્ષમાં ઇફ્કો (IFFCO) દ્વારા નોંધાવવામાં આવેલી પ્રગતિ અને સફ્ળતાએ દિલીપ સંઘાણીની કાર્યકુશળતા અને ઉત્કૃષ્ટ વહીવટી ક્ષમતાનું પ્રત્યક્ષ પરિણામ ગણાવી હતી. સમારોહમાં રાજકીય, સહકારી અને વ્યાપારિક ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), અમદાવાદ બિલ્ડર એસોસિએશન (ABA), સમસ્ત પાટીદાર સમાજ અને ધ ડાયસ્ટફ્સ એસોસિએશન સહિત વિવિધ સહકારી અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો