રાજ્ય સરકારના બજેટમાં દિવ્યાંગો માટે થયેલી જોગવાઈઓથી અસંતોષ ફેલાયો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાહેર કરાયેલી યોજનાઓ અપૂરતી હોવાનાના આક્ષેપ સાથે રાજ્યભરમાંથી દિવ્યાંગોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા હતા. સત્યાગ્રણ છાવણી ખાતે દિવ્યાંગોએ પ્રદર્શન કરીને પોતાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો હતો. જેમાં ખાસ કરીને 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને પેન્શન મળે છે. જેની સામે 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ લોકોને પેન્શનનો લાભ આપવા માંગણી કરાઈ છે, જેમાં તમામ કેટેગરીમાં સમાન પાંચ હજારનું પેન્શન આપવા માંગ છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષામાં 40 ટકા પાસિંગ માર્કની પદ્ધતિ રદ્દ કરવા, સરકારી ભરતીમાં ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા, સાયકલ યોજના રદ્દ કરીને રાજસ્થાન સરકારની જેમ સ્કૂટી આપવા માટેની દિવ્યાંગોની માંગણી છે. માંગણી નહીં સંતોષાય તો આગામી સમયે વધુ ઉગ્ર આંદોલનની તૈયારી કરાઈ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: