ગાંધીનગરના પ્રાંતિયા બ્રીજના છેડા પાસે એક અકસ્માતમાં રોડ પરથી પસાર થઇ રહેલા એક આઇશરના ટાયર જામ થવાથી રોડ વચ્ચે જ બંધ પડી ગયુ હતુ એ દરમિયાન પાછળથી આવતી એક ટાટા સુપર ગા.ડીનો ચાલક પુરઝડપે આઇસર પાછળ ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં ટાટા ગાડીના ચાલક કેબિનમાં દબાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સ્થળ પર મોતને ભેટલા ચકચાર મચી હતી. મૃતક સાદરા ગામનો હોવાની વિગતો પોલીસની તપાસમાં જાણવા મળ્યુ હતુ.
મળતી વિગતો મુજબ જીલાભાઇ ધનાભાઇ ભરવાડ (રહે. કુડાસણ ભઇજીપુરા) આઇસરમાં ડ્રાઇવર તરીકે નોકરી કરીને પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગત 1લીએ જીલાભાઇ પોતાના શેઠ પ્રિન્સ પટેલ (સોલૈયા) નુ આઇસર નંબર જીજે.01.એલટી.5853 લઇને જામળાથી બટાકાની બોરીયો ભરીને અમદાવાદના અમરાઇવાડીમાં ખાલી કરવા ગયા હતા.
જે બાદ બીજા દિવસે બટાકા ખાલી કરીને પરત માણસા ખાતે જવા નીકળ્યા હતા. આ દરમિયાન અમદાવાદથી ચિલોડા રોડ નેશનલ હાઇવે પર પસાર થઇ રહ્યા હતા ત્યારે પ્રાંતિયા ગામના બ્રીજથી થોડાક જ આગળ પહોંચ્યા હતા ત્યારે આઇસરના ટાયર અચાનક જામ થવા લાગ્યા હતા અને આઇસર ધીમુ થઇને રોડની વચ્ચેની લાઇન પર જ બંધ પડી ગયુ હતુ. જે બાદ નીચે ઉતરીને જોતા ટાયરના લઠ્ઠા જામ થઇ ગયા હતા. જીલાભાઇએ સાવચેતી માટે આજુબાજુમાંથી આઇસરની પાછળ કોઇ વાહન ચાલક ઘુસી ના જાય એ માટે કંઇક મુકવા માટે વસ્તુઓ શોધવા લાગ્યા હતા એજ વખતે જીલાભાઇને જોરથી અવાજ સંભળાયો હતો. રોડ પર જોતા એક ટાટા સુપર રેસ ગાડી આઇસરની પાછળ પુરઝડપે ઘુસી ગઇ હતી.
લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ગાડીનો ચાલક કેબીનમાં દબાઇ ગયો હતો અને સ્થળ પર જ મરણ ગયો હતો. ગાડી નંબર જોતા જીજે.18.એવી.9038 હતો. લોકોનો ટોળા જોઇને મારવાની બીકથી ગભરાઇ ગયેલા જીલાભાઇ સ્થળ પરથી દુર જતા રહ્યા હતા અને સમગ્ર હકીકત શેઠને ફોન કરીને જણાવી હતી. જોકે મરણ જનાર ટાટા સુપર ગાડીના ચાલક ભરતભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (રહે. સાદરા) હોવાનુ જાણવા મળ્યુ હતુ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો