ગાંધીનગરના પ્રાંતિયા બ્રીજના છેડા પાસે એક અકસ્માતમાં રોડ પરથી પસાર થઇ રહેલા એક આઇશરના ટાયર જામ થવાથી રોડ વચ્ચે જ બંધ પડી ગયુ હતુ એ દરમિયાન પાછળથી આવતી એક ટાટા સુપર ગા.ડીનો ચાલક પુરઝડપે આઇસર પાછળ ઘુસી ગયો હતો.


આ અકસ્માતમાં ટાટા ગાડીના ચાલક કેબિનમાં દબાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સ્થળ પર મોતને ભેટલા ચકચાર મચી હતી. મૃતક સાદરા ગામનો હોવાની વિગતો પોલીસની તપાસમાં જાણવા મળ્યુ હતુ. મળતી વિગતો મુજબ જીલાભાઇ ધનાભાઇ ભરવાડ (રહે. કુડાસણ ભઇજીપુરા) આઇસરમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત 1લીએ જીલાભાઇ પ્રિન્સ પટેલ (સોલૈયા)નું આઇસર નંબર લઇને અમદાવાદના અમરાઇવાડીમાં ગયા હતા. બીજા દિવસે પરત માણસા જવા નીકળ્યા હતા. અમદાવાદથી ચિલોડા રોડ નેશનલ હાઇવે પર પસાર થઇ રહ્યા હતા ત્યારે પ્રાંતિયા ગામના બ્રીજથી થોડાક જ આગળ ટાયર જામ થયું હતું. ત્યારે ડાલુ ઘુસી જતા ચાલક કેબિનમાં દબાઈ ગયો હતો. જોકે મરણ જનાર ટાટા સુપર ગાડીના ચાલક ભરતભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (રહે. સાદરા) હોવાનુ જાણવા મળ્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: