ઇન્ડસ યુનિવર્સિટી દ્વારા ગાંધીનગર પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ વિભાગ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)ના સહયોગથી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાન અંતર્ગત શપથવિધિ, ચિત્ર સ્પર્ધા અને જાગૃતિ કાર્યક્રમનું સફ્ળ આયોજન એન.એસ.એસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મક કૃતિઓ દ્વારા નશામુક્ત સમાજના નિર્માણ, વ્યસનમુક્ત જીવન અને યુવાનોમાં જાગૃતિ જેવા સંદેશાઓ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં રિંકલ ચૌધરી(PSI),પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ વિભાગ તથા વી. જે. રાઠોડ(PSI),સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)ઉપસ્થિત રહ્યા હતા.
