ગાંધીનગર સિવિલમાં 600 બેડની હોસ્પિટલ બિલ્ડિંગમાં ત્રણ માળ યુએન મહેતા હોસ્પિટલને આપવામાં આવ્યા છે.
જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કેન્ટીન બનાવવામાં આવી છે. કેન્ટીન માટે જથ્થાબંધ સિલિન્ડર બિલ્ડિંગને અડીને બહારની બાજુ મુકાયેલા છે. ત્યારે રખેને કોઈ ઘટના સર્જાય તો બિલ્ડિંગ એક પછી એક ગેસ સિલિન્ડરના બ્લાસ્ટથી ધણધણી ઉઠે તેવી સ્થિત છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની 600 બેડની બિલ્ડિંગમાં યુએન મહેતા હોસ્પિટલને ત્રણ માળ સુધીની જગ્યા આપવામાં આવી છે.
જ્યાં સ્ટાફ અને દર્દીના સગાઓ માટે કેન્ટિન તૈયાર કરવામાં આવી છે. બિલ્ડિંગની અંદર જ ઉભી કરાયેલી કેન્ટીનના ઉપયોગ માટે જથ્થાબંધ એલપીજી સિલિન્ડર બિલ્ડિંગને અડીને જ બહારની બાજુ મુકી રખાયા છે. જેના ઉપર સતત તડકો પડવાથી કે અન્ય કોઈ માનવીય ભૂલને પગલે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેનું ગંભીર પરિણામ આવે તેવી સ્થિતિ છે. ગેસ સિલિન્ડર જ્યાં મુકી રખાયા છે તેની ઉપરની બાજુમાં જ આઈસીયુ આવેલું છે, ત્યાં આકસ્મિક સ્થિતિમાં તે વધારે મુશ્કેલી સર્જી શકે તેમ છે. સિવિલ કેમ્પસમાંથી પસાર થતાં સ્ટાફમાં જ ચિંતા પેઠી છે. જો રખેને કોઈ ઘટના સર્જાય તો આખુ બિલ્ડિંગ ગેસ સિલિન્ડરના બ્લાસ્ટથી ધણધણી ઉઠે તેવી ભીતી છે. જેને પગલે તંત્ર દ્વારા ગેસ સિલિન્ડર માટે યોગ્ય અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્ટાફમાં માંગણી ઉઠી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો