વાયુ પ્રદુષણ ફેલાવતી કંસ્ટ્રક્શન સાઈટ્સની સામે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા સખતાઈથી વર્તવાનું શરૂ કરવામાં આવ્યું છે.


તંત્ર દ્વારા આવી પ્રદુષણ ફેલાવતી 31 કંસ્ટ્રક્શન સાઈટ્સને અંતિમ નોટિસ ફટકારવા સાથે વિકાસ પરવાનગી રદ કરવાની ચીમકી આપવામાં આવી છે.

હવામાં પ્રદુષણ ફેલાવવા મુદ્દે મહાપાલિકા કડક બની છે. ગાંધીનગરની હવા પણ સિસ્ટર સિટી અમદાવાદ સહિતના મહાનગરોની જેમ ધીરેધીરે અશુધ્ધ બનવા લાગી છે. જે ચિંતાનું કારણ છે. અન્ય શહેરોની જેમ ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં પણ કંસ્ટ્રક્શનની સાઈટોની સંખ્યા વધી રહી છે. જેના કારણે હવામાં રજકણો તથા ધૂળનું સ્તર વધી રહ્યું છે. જે આરોગ્ય માટે જોખમી છે. છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરનો છઊૈં (એર ક્વોલિટી ઈન્ડેક્સ) એકસોને પાર છે. આજે સવારે 7 વાગ્યે છઊૈં 175 સુધી પહોંચ્યો હતો. જે આજના દિવસનો સૌથી હાઈએસ્ટ ગણાય છે. ત્યારબાદ સવારે 10 થી 11ની વચ્ચેના ગાળામાં છઊૈં 148ની આસપાસ નોંધાયો હતો. આ જોતાં હવાની ગુણવત્તા બિનઆરોગ્યપ્રદ છે. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતી બાંધકામની સાઈટ્સ પર ગ્રીન નેટ કે સેફ્ટી નેટના નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બાવન જેટલી સાઈટ્સ પર ગ્રીન નેટ ન હોવાનું જણાતા મ્યુનિ તંત્ર દ્વારા પ્રત્યેક સાઈટ દીઠ રૂ. 25 હજારની પેનલ્ટી વસુલવા નોટિસો ફટકારવામાં આવી હતી. જેમાં અત્યારસુધીમાં 21 સાઈટના માલિકો દ્વારા દંડની રકમ ભરપાઈ કરવામાં આવી છે. જ્યારે હજુ 31 સાઈટના માલિકોએ પેનલ્ટીની રકમ જમા નથી કરાવી હોવાનું ધ્યાને આવતાં તંત્રએ આક્રમકતા દાખવી છે.

કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આ 31 સાઈટ્સના આસામીઓને દંડની રકમ એક દિવસમાં તાત્કાલિક જમા કરાવવા માટે અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. આ આસામીઓ પાસે આવતીકાલનો દિવસ રહ્યો છે. આવતીકાલ સુધીમાં જો દંડની રકમ ભરપાઈ નહિ કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા આ તમામ સાઈટની વિકાસ પરવાનગી સ્થગિત કરવા સુધીના આકરાં પગલા લેવામાં આવશે. આ કિસ્સામાં કોઈપણ પ્રકારની ભલામણને સાંભળવામાં નહિ આવે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહાપાલિકા દ્વારા પ્રથમ વખત કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

હવાના પ્રદુષણ મામલે કોર્પોરશન સહેજપણ ચલાવી લેવાના મૂડમાં નથી. વાયુ પ્રદુષણના કારણે લોકાના સ્વાસ્થય પર ગંભીર અસર પડી રહી છે. શ્વાસને સંબંધી બિમારીઓમાં વધારો થતો હોવાનું તબીબોના ધ્યાને આવ્યું છે. જો આ સ્થિતી લાંબી રહેશે તો લોકોના આરોગ્યની તંદુરસ્તી પર ખતરો ઉભો થશે. સમગ્ર રાજ્યમાં હવાની ગુણવત્તા કથળી છે. ગાંધીનગર પણ ઝપટમાં આવી ગયું છે. દિલ્હી જેવો ખતરો ના ઉભો થાય તે માટે થઈને રાજ્ય સરકાર દ્વારા મ્યુનિ કમિશનર તથા કલેક્ટરોને એલર્ટ થઈ જવા અને એક્શનમાં આવી જવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. બાંધકામની સાઈટ્સ પર તપાસ હાથ ધરવા ભાર પૂર્વક કહેવામાં આવ્યું છે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: