પેથાપુરમાં ચાર મધ્યમવર્ગીય પરિવારના સભ્યોનું ઘર ખરીદવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું. તેઓએ જે મકાન માટે સોદો કર્યો હતો તેના બિલ્ડર કૂતુબુદ્દીન શેખ તેઓની પાસેથી 22.70 લાખ જેટલી માતબર રકમ લીધા બાદ મકાનનું પઝેશન નહીં આપતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બળદેવ પુરબિયા મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે કામ કરે છે. તેઓને મકાન ખરીદવું હોઈ પેથાપુરમાં મકાન માટે તપાસ કરી હતી. એક મકાનની કિંમત 15 લાખ જણાવવામાં આવી હતી. બળદેવ પુરબિયાને મકાન પસંદ આવતા સોદો નક્કી કરાયો હતો. બાદમાં પૈસા પરત માંગતા પૈસા આપવામાં પણ બહાના બતાવતો હતો.










