ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા શુક્રવારે 12 ડિસેમ્બરના રોજ મળશે. જેમાં ચાલુ નાણાકીય વર્ષના સુધારેલ અંદાજપત્ર તથા આગામી નાણાકીય વર્ષનું ડ્રાફ્ટ બજેટ અવલોકનમાં લેવામાં આવશે.


આ સાથે મનરેગા યોજના અંતર્ગત લેબર બજેટ પણ અવલોકનમાં લેવાશે. જેને સામાન્ય સભામાં રજૂ થયેલું બજેટ મંજૂરી માટે જિલ્લા પંચાયતમાં મોકલી અપાશે. જિલ્લા વિકાસ અધિકારીની મંજૂરી બાદ તાલુકા પંચાયતની આગામી સામાન્ય સભામાં બજેટને મંજૂરી આપવામાં આવશે. અંદાજે 20થી 25 કરોડના બજેટમાં શાળા, આંણવાડી, સ્પોર્ટ્સ, વૃક્ષારોપણ, ડિજિટલ ગ્રામ પંચાયત માટે વિશેષ જોગવાઈ થાય તેમ છે. તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી પાંખનું પ્રથમ બજેટ હોવાથી ગ્રામ્ય વિસ્તારોની સુખાકારી માટે વિશેષ જાહેરાતો થાય તેવી શક્યતા છે. ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને 12 ડિસેમ્બર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળશે. જેમાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવશે. તાલુકા પંચાયત ગાંધીનગરના વર્ષ 2025-26ના સુધારેલા અંદાજપત્ર તેમજ વર્ષ 2026-27ના અંદાજપત્રને અવલોકનમાં લેવાશે.


  • Follow us on: