લોહાણા યુવા સંગઠન દ્વારા આયોજિત ગાંધીનગરથ વીરપુર 27મી પદયાત્રાનો આજે જલારામ મંદિર સેક્ટર-29 ખાતેથી પ્રસ્થાન પામી હતી. પૂ.જલારામ બાપાની રૂપાજડીત ચરણપાદુકાને સંસ્થાના અગ્રણીઓના હસ્તે રથમાં બિરાજમાન કરાવી, મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના તથા આરતી કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પદયાત્રાને સરગાસણ ચાર રસ્તા પાસે વધાવવામાં આવી હતી. જલીયાણ સેવા કેન્દ્ર, સરગાસણના સંચાલક મંડળ દ્વારા રથની આરતી ઉતારી ફૂલડે વધાવી આગળ પ્રસ્થાન કરાવવામાં આવેલ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો