વિવાદ વકરતાં હવે ગાંધીનગર કોર્પોરેશનની મેયર ટીમ ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે.


ગઈકાલે મેયર-ડે.મેયર બપોર બાદ પરત આવી ગયા હતા, પરંતુ બાકીના જે ત્યાં રહી પડયા હતા તે લોકોને પણ પરત આવી જવાની સૂચના આપવામાં આવી હતી. જોકે કમિશનરની ટીમે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. પરંતુ પ્રથમ મેચમાં જ દર વખતની જેમ ધબડકો વાળ્યો હતો. ભાવનગરની કમિશનરની ટીમ સામે 50 રનથી આઉટ થઈ ગઈ હતી.

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોએ માઝા મૂકી છે તેવામાં મેયર મીરાબેન પટેલે ટીમ સાથે ભાવનગર પહોંચી જતાં વિવાદ વકર્યો હતો. ખાસ કરીને મેયર સહિતનાઓએ આપેલા સ્ટેટમેન્ટથી વિવાદ વધુ ઘેરો બનતો દેખાતા આખરે તમામને પરત આવી જવાની કડક સૂચના મળી હતી. મેયર ટીમ સમગ્ર ટુર્નામેન્ટમાં હવે ભાગ નહીં લે તેવી વિગતો છે. જોકે આજે ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ભાવનગર કમિશનર અને ગાંધીનગર કમિશનરની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભાવનગર કમિશનરની ટીમ દ્વારા 200 રન કરવામાં આવ્યા હતા તેની સામે ગાંધીનગર કમિશનરની ટીમ 150 રનમાં ઘરભેગી થઈ ગઈ હતી. પહેલી જ મેચમાં ગાંધીનગર કમિશનરની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જવા પામી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: