કલોલના નારદીપુર અને ગોલથરા ખાતે યોજાયેલા ગ્રામ કલ્યાણ કાર્યકર્મમાં સહભાગી થવા માટે રાજ્યપાલે જવા આવવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એસટી બસમાં મુસાફરી કરી હતી. તા. 25 નવેમ્બરના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરથી નારદીપુર જવા માટે એસટી બસમાં સવાર થયા હતા. મુસાફરી દરમિયાન રાજ્યપાલે કોઇપણ પ્રકારની ઔપચારિકતા વિના સહપ્રવાસીઓ સાથે અત્યંત સહજ અને ઉષ્માભર્યો સંવાદ સાંધ્યો હતો. તેમણે મુસાફરોના ક્ષેમ કુશળ પુછીને તેમના રોજીંદા જીવન અંગે વાતચીત કરી હતી. તેમજ ગ્રામ્ય વિકાસ અને દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સમાપન બાદ આજે બીજા દિવસે તેઓ પુનઃ એસટી બસમાં બેસીને નારદીપુરથી ગાંધીનગર પરત ફર્યા હતા.
