સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર, સેક્ટર-12, ગાંધીનગર ખાતે AAI નાCSR સહયોગઅને ઘૂમર કલા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી STEMઅને રોબોટિક્સ લેબનું ઉધઘાટન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ શાળાના પ્રાર્થના હોલમાં ઉત્સાહભેર યોજાયો હતો. મહેમાનોએ વિદ્યાર્થીઓ સાથે STEMઅને રોબોટિક્સ સંબંધિતપ્રવૃત્તિઓમાં વિશેષ રસ દાખવી કાર્યક્રમ પ્રત્યે ઉત્સાહ અને લાગણી વ્યક્ત કરી હતી. ગુજરાતના મહેસાણા, ગાંધીનગર અને મહીસાગર જિલ્લામાં કુલ 20 STEM અને રોબોટિક્સ લેબ સ્થાપિત કરવામાં આવી છે. આ લેબ દ્વારા વિદ્યાર્થીઓને રોબોટિક્સ, કોડિંગ, ઇલેક્ટ્રોનિક્સ, સેન્સર્સ, વૈજ્ઞાનિક પ્રયોગો અને એન્જિનિયરિંગ ડિઝાઇનનું પ્રયોગાત્મક શિક્ષણ મળશે
