ગુજરાત સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતા સરકારી વિમાન અને હેલિકોપ્ટરના ખર્ચ અંગે ગુજરાત વિધાનસભામાં મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. કોંગ્રેસના સવાલના જવાબમાં રાજ્ય સરકારે રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં સરકારી વિમાન અને હેલિકોપ્ટરના ઉપયોગ તથા નિભાવણી પાછળ કુલ રૂ. ૮૬.૩૩ કરોડથી વધુનો ખર્ચ થયો છે.

સૌથી વધુ ખર્ચ  મેઈન્ટેનન્સ પાછળ


સરકારે રજૂ કરેલી માહિતી મુજબ સૌથી વધુ ખર્ચ વિમાન અને હેલિકોપ્ટરના મેઈન્ટેનન્સ (નિભાવણી) પાછળ થયો છે. આ સમયગાળા દરમિયાન મેઈન્ટેનન્સ માટે કુલ રૂ. ૫૬,૬૬,૩૨,૪૨૧ ખર્ચ કરવામાં આવ્યો છે. વિમાન અને હેલિકોપ્ટરની સલામતી, નિયમિત તપાસ અને ટેકનિકલ કામગીરી માટે આ ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે.

પાયલોટ્સ પાછળ રૂ. ૨૮,૦૮,૨૫,૨૬૨ ખર્ચ કરવામાં આવ્યા

https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/surat/surat-big-revelation-in-student-suicide-revelation-that-she-ended-her-life-after-breaking-up-with-her-lover
આ ઉપરાંત પાયલોટ્સના વેતન અને સંબંધિત ખર્ચ માટે પણ મોટી રકમ ખર્ચાઈ છે. સરકારના આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં પાયલોટ્સના ખર્ચ તરીકે રૂ. ૨૮,૦૮,૨૫,૨૬૨ ખર્ચ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ટેકનિકલ સ્ટાફ તથા સહાયક કર્મચારીઓના વેતન અને અન્ય ખર્ચ માટે રૂ. ૧,૫૮,૯૭,૮૪૮ ખર્ચ કરવામાં આવ્યા છે.

 ૮૬,૩૩,૫૫,૫૩૧ જેટલો ખર્ચ


આ રીતે કુલ મળીને સરકાર દ્વારા સરકારી વિમાન અને હેલિકોપ્ટરના ઉપયોગ માટે છેલ્લા બે વર્ષમાં રૂ. ૮૬,૩૩,૫૫,૫૩૧ જેટલો ખર્ચ નોંધાયો છે. વિધાનસભામાં રજૂ થયેલા આ આંકડાઓ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

  • Follow us on: