વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સમર્પણના 25 વર્ષ હેઠળ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર સેવા યાત્રાનુ બુધવારે સમાપન સમારોહ યોજાયો હતો. ઐતિહાસિક વડનગર ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત- 2047ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતની યુવા શક્તિ 'We Will Do It'ના બુલંદ સંકલ્પ સાથે અગ્રેસર રહેશે. તેમ જણાવીને નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાદિયત્વને બિરદાવ્યુ હતુ.વડનગરમાં મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પિૃમ બંગાળના મુખ્યમંત્રી સર્વેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેકવિધ પદાધિકારી, ગણમાન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બુધવારે સવારે રાજ્યભરમાં સેવા જ્યોત યાત્રા અને સેવા સંકલ્પ સભાઓનું આયોજન થયુ હતુ. પિૃમ બંગાળના મુખ્યમંત્રી સર્વેન્દુ અધિકારીએ આ યાત્રાથી દેશની અખંડિતતા, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક ચેતનાને નવી ઉર્જા પૂરી પાડવામા આવ્યાનું કહ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, આ યાત્રામાં 500થી વધુ બાઈકર્સે દેશના 10 રાજ્યોના સેકંડો ગામો અને શહેરોમાં પ્રવાસ કરીને સ્વચ્છતા, વૃક્ષારોપણ, નશામુક્તિ અને જન સંવાદ જેવા અનેક સામાજિક કાર્યો હાથ ધર્યા હતા. યાત્રામાં વડનગરના શર્મિષ્ઠા તળાવાનું પવિત્ર જળ કાશી વિશ્વનાથ પહોંચાડાયુ હતુ, વારાણસી લવાયેલા પવિત્ર જળથી ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરીને બે આધ્યામિક નગરો વચ્ચેના અતુટ સંબંધને ચરિતાર્થ કરાયો હતો.
