ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા ક્કચિલ્ડ્રન્સ હેપ્પી સ્ટ્રીટક્રનું અનોખું આયોજન સેક્ટર-29 સ્થિત જલારામ મંદિર પાસે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબહેન પટેલ, ઈફ્કોના ચેરમેન દિલીપ સાંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.2 થી 14 વર્ષના બાળકો અને તેમના માતા-પિતાને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને ડિજિટલ દુનિયાથી દૂર લઈ જઈને રમતગમત,શારીરિક સક્રિયતા અને સામાજિક વિકાસ તરફ્ ઉન્મુખ કરવાનો હતો.

Gujarat News: સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને શામળાજી ખાતે યોગ દિવસની ઉજવણી, મંત્રીઓએ યોગકરી ફીટ રહેવાનો સંદેશ આપ્યો









