નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં આજે લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર રજૂ કર્યા હતા. ત્યાર બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે લગ્ન નોંધણી બાબતે રાજ્યની લાખો માતાઓની વેદનાને વાચા આપવા લગ્ન નોંધણી નિયમોમાં કડકાઈ સાથે ટ્રાન્સપરન્સી કરી છે. સરકાર દ્વારા માતાઓને અદ્ભુત કવચ આપવામાં આવ્યું છે.

નિયમોની છટકબારી શોધી હજારો દીકરીઓના જીવન બગાડવાની કોશિશ

તેમણે કહ્યું કે દીકરી જન્મે ત્યારે બાપના આંગણમાં તુલસીનો ક્યારો બની ઉછરે છે . દીકરી યુવાન થાય ત્યારે લેભાગુ, ટપોરીઓ દીકરીઓને ટાર્ગેટ કરે છે અને દીકરીઓનું જીવન બગાડે છે . તુલસીનો ક્યારો વિખેરી નાખવાનું આવા ટપોરીઓ કરે છે. બે વર્ષમાં નિયમો ની છટકબારી શોધી હજારો દીકરીઓના જીવન બગાડવાની કોશિશ થઈ


અધિકારી અને લોકો સામે કડકાઈ થી પગલા ભરાયા

તેમણે કહ્યું કે જે અધિકારીઓ આવા લોકો સાથે જોડાયા હતા આવા અધિકારી અને લોકો સામે કડકાઈ થી પગલા ભરાયા છે તથા સિસ્ટમમાં રહેલા લોકોને કેસ કરી જેલના સળિયા પાછળ મોકલાયા છે. પંચમહાલ મા કંકોડા કુઈ અને નાથ કુવા ના ઉદાહરણ છે . બે ગામમાં કોઈ મુસ્લિમ રહેતું નથી, કોઈ દરગાહ નથી . છતાં પણ આ ગામમાં અગણિત નિકાહ કેવી રીતે થાય

યુવક યુવતીઓનું હિત પણ જરૂરી છે

તપાસ કરતા ધ્યાને આવ્યું કે નિયમો બદલવા પડશે અને અનેક રજૂઆતો આવી હતી . અમે અનેક બેઠકો કરી સામાજીક અને માતાપિતાનું હિત જળવાય જરૂરી છે. યુવક યુવતીઓનું હિત પણ જરૂરી છે . નિયમોમાં પોતાના વાંધા આપવા માટે ૧ મહિનાનો સમય આપ્યો છે આજે જાહેર થયેલ નિયમોમાં આરોગ્ય વિભાગમાં ઓનલાઇન વાંધા આપી શકાશે . કાયદાની મર્યાદામાં સુધારા અને વાંધા અંગે નિર્ણય કરાશે.

 અસામાજિક, ટપોરી, લેભાગુ ને સરકાર છોડશે નહી

તેમણે કહ્યું કે એક કમિટી બનાવી છે . એ કમિટી સૂચનો અભ્યાસ કરી નિર્ણય કરશે. ગુજરાત ક્યારેય પ્રેમ અને લગ્નના વિરોધમાં ના હોય શકે. બે અક્ષરમાં પ્રેમ દુનિયાને સાથે રાખવાનું કામ કરે છે . પવિત્ર પ્રેમ ને છળ કપટ થી ફસાવવાની કોશિશ થશે તો છોડવામાં નહી આવે. આવા એક એક અસામાજિક, ટપોરી, લેભાગુ ને સરકાર છોડશે નહી
  • Follow us on: