બનાસકાંઠામાં ઓરી-અછબડાના સંખ્યાબંધ કેસો નોંધાતા ગાંધીનગર શહેર અને જિલ્લા આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. લોકોને પણ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.


બાળકોના શરીર પર ક્યાંય લાલ ચાંઠા જોવા મળે તો તુરત જ ડોક્ટરનો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્યું છે. કારણકે આવા કિસ્સામાં સહેજપણ લાપરવાહી રાખવામાં આવે તો બાળકોને ન્યુમોનિયા થવાની સંભાવના રહે છે, આંખોને પણ આડઅસર થઈ શકે છે.

બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસો વકરી રહ્યા છે, આથી સ્થાનિક આરોગ્ય વિભાગે પણ ગાંધીનગરમાં સાવચેત રહેવા તાકીદ કરી છે. ઓરીના લક્ષણોમાં ત્વચા પર ફોલ્લીઓ જોવા મળે છે. લાલ ચકામા અને ખંજવાળ આવતી હોય છે. સાતેક દિવસ સુધી આવી સ્થિતી રહેતી હોય છે. ઓરીના અન્ય લક્ષણોમાં તાવ આવવો, નાક વહેવું, ઉધરસ, ગળામાં દુઃખાવો, સ્નાયુમાં દુખાવો, લાલ આંખો, મોઢામાં સફેદ ચાંદા પડવા વગેરેનો સમાવેશ થાય છે. ઓરી એ ચેપી રોગ છે. આથી સાચવવા અને કોઈ અંધશ્રાધ્ધામાં નહિ પડવા જણાવાયું છે. હજુપણ ઘણા પરિવારોમાં ઓરીને માતાજી પધાર્યા હોવાનું માનવામાં આવે છે અને તબીબી સારવાર લેવાનું ટાળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: