ગાંધીનગરમાં હડકવાથી મહિલાના મોત બાદ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે, મહિલાને લેકાવાડા સ્થિત સ્કૂલ ખાતે રહેતાં શ્વાનમાંથી હડકવાની અસર થઈ હોવાની શંકા છે.

મહિલાના મોતના સમાચારને પગલે જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ સ્કૂલ ખાતે પહોંચી હતી. જ્યાં શાળામાં અન્ય કોઈ સ્ટાફ કે વિદ્યાર્થીઓ શ્વાનના સંપર્કમાં આવ્યું હતું કે નહીં અથવા આ પ્રકારની કોઈ અસર છે તે અંગે તપાસ કરવામાં આવી હોવાની વિગતો છે. જોકે હાલની સ્થિતિએ અન્ય કોઈને હડકવાની અસર ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. લેકાવાડા સ્થિતિ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ પાસે બીડલ બ્રીડનો શ્વાન હતો. જે શ્વાનનું સંભવિત રેબીઝના કારણે ઓક્ટોબર 2025માં મોત થયું હતું. બીજી તરફ સ્કૂલ સાથે સંકળાયેલા મહિલા આ શ્વાનને ઘણીવાર રમડતા હતા. ત્યારે થોડા દિવસે પહેલાં મહિલામાં હડકવાના લક્ષણો દેખાતા તે સમયે જ સ્કૂલ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને સાવચેત કરીને કોઈ શ્વાનના સંપર્કમાં આવ્યું હોય તો સુરક્ષા માટે એન્ટી રેબીઝ રસીકરણ કરાવી લેવા કહી દેવાયું હતુ. જે અંગે માહિતી શાળા ખાતે તપાસ માટે પહોંચેલી આરોગ્યની ટીમને આપવામાં આવી હતી. જોકે શાળાના અન્ય કોઈ સ્ટાફ કે વિદ્યાર્થીઓમાં અત્યાર સુધી હડકવા જેવી કોઈ અસર સામે ન આવતા આરોગ્ય તંત્રએ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શાળા તંત્રને સાવચેત કરીને આવા કોઈ પણ પ્રકારના કિસ્સામાં જાણ કરવા અનુરોધ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: