ગુજરાતના શિક્ષણ વિભાગમાં અધિકારી તરીકે ઉપરાંત મદદનીશ કેળવણી નિરીક્ષક (AIE), પ્રાથમિક શિક્ષક, નાયબ વિભાગીય અધિકારી અને અન્ય એન્જીનિયરીંગ ફ્લ્ડિમાં સિનિયર સાયન્ટિફીક આસિસટન્ટ,AAE, સર્વેયર ઉપરાંત અન્ય વિભાગોમાં જીએસઆરટીસીમાં હેલ્પર, ડ્રાઇવર,કંડકટર જેવી વિવિધ પરીક્ષામાં ઝળહળતી સફ્ળતા મેળવી સંસ્થા અને પોતાના પરિવારનું નામ રોશન કરનાર તમામ મિત્રો માટે 'જ્ઞાન લાઈવ' દ્વારા ગુજરાતના સૌથી મોટા સન્માન સમારોહ જ્ઞાન-સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના ડાયરેકટર ચેતન પટેલ, માર્ગદર્શક ફેકલ્ટી મિત્રો અને આમંત્રિત મહેમાનોએ સફ્ળ ઉમેદવારોને ટ્રોફી, શિલ્ડ અને સ્મૃતિચિહન આપીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે જ્ઞાન લાઈવની ટીમે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સખત મહેનત અને સંસ્થાના સચોટ માર્ગદર્શનના સમન્વયથી આ ઐતિહાસિક પરિણામ પ્રાપ્ત થયું છે. આગામી સમયમાં પણ ગુજરાતના યુવાનોને ગુણવત્તાસભર શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડવા સંસ્થા કટિબદ્ધ છે. સન્માન મેળવનાર ઉમેદવારોએ પણ પોતાની સફ્ળતાનો શ્રેય જ્ઞાન લાઈવ એપ, ફેકલ્ટી ટીમ અને ડિજિટલ માધ્યમથી મળેલા શ્રેષ્ઠ શિક્ષણને આપ્યો હતો. સમગ્ર હોલ ઉપસ્થિત જનમેદનીની તાળીઓ અને મોબાઈલની ફ્લેશ લાઈટ્સના ઝબકારાથી ઝગમગી ઉઠયો હતો, જે સફ્ળતાની ભવ્યતા દર્શાવતો હતો. કાર્યક્રમ બાદ ઉમેદવારો દ્વારા સંપૂર્ણ કાર્યક્રમના વખાણ કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ સવારના નાસ્તાથી લઇ સ્વાગત સન્માન અને બપોરના ભોજન અંગેના મેનેજમેન્ટના પણ તમમ સફ્ળ ઉમેદવારો ખુબ વખાણ કર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો