વાહન વ્યવહાર વિભાગમાં નોકરી કરતાં ઈન્સ્પેક્ટર્સ લાંબા સમયથી પ્રમોશની વંચિત છે. માર્ચ મહિનામાં જ બઢતી માટે ડીપીસીની બેઠક થઈ હોવા છતાં હજુ સુધી બઢતીના ઓર્ડર થયા નથી.


વિભાગ લેવલે અટકેલી ફાઈલને પગલે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. અન્ય વિભાગોમાં પ્રમોશનના દૌર વચ્ચે વાહનવ્યવહાર વિભાગમાં અન્યાયની થતો હોવાની લાગણી કર્મચારીઓમાં ફેલાઈ છે. તાજેતરમાં આ મુદ્દે એસોસિએશન દ્વારા પોતાની રજૂઆતમાં કર્મચારીઓની નિરાશાને જાતા હડતાળ સુધીની તૈયારી બતાવી હતી.

ગુજરાત મોટર વ્હિકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફીસર્સ એસોસિએશન ડિસેમ્બરની શરૂઆતમાં જ પોતાના પડતર પ્રશ્નોને લઈને અગ્ર સચિવ, વાહન વ્યવહાર કમિશનરથી લઈને મુખ્યમંત્રી કાર્યલય સુધી રજૂઆત કરી હતી. જેમાં 2013ની બેંચના સહાયક મોટર વાહન નિરીક્ષક અને મોટર વાહન નિરીક્ષકને બઢતી માટે માર્ચ મહિનામાં જીપીસી થવા થતાં હજુ સુધી બઢતીના હુકમો થયા નથી. પાંચ વર્ષે મળવાપાત્ર બઢતી માટે અધિકારીઓ 12-12 વર્ષથી રાહ જોઈને બેઠા છે. સંખ્યાબંધ અધિકારીઓને 10 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં ઉચ્ચતર પગાર ધોરણ આજદીન સુધી મંજૂર થયું નથી. જે મુદ્દે એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવા માટે રજૂઆત કરી હતી. જેમાં ના છૂટકે એસોસિએશન દ્વારા અગાઉના આંદોલનને ફરીથી શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: