ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્રમાં બદલીનો ગંજીફો ચિપાયા છે, જેમાં 17 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 6 ફીમેલ હેલ્થ વર્કર તથા 3 જૂનિયર ફાર્માસીસ્ટ મળી 26 જેટલા કર્મચારીઓના આંતરિક બદલીના ઓર્ડર કરાયા છે.


જેને પગલે કહીં ખુશી કહીં ગમ જેવી સ્થિતિમાં આંતરિક રોષ ફેલાયો છે. જેમાં ઘણા કર્મચારીઓએ તો પૈસાથી બદલીઓ થઈ હોવા સુધીના આક્ષેપો કરી દીધા હતા. જોકે તંત્ર દાવા મુજબ બદલી એકદમ પારદર્શક રીતે થઈ છે.

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય શાખા હસ્તકના 26 જેટલા કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ છે. જેમાં 3 જૂનિયર ફાર્માસીસ્ટ, 6 ફિમેલ હેલ્થ વર્કર તથા 17 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે. બદલીના ઓર્ડરમાં છ કર્મચારીઓની જાહેર હિતાર્થે અને 20 કર્મચારીઓની બદલી સ્વવિનંતીથી કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા આરોગ્ય તંત્રમાં હાલ કહીં ખુશી કહી ગમ જેવી સ્થિતિ છે. ઘણા કર્મચારીઓના દ્વારા અધિકારીને સીધી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યારે કેટલાક કર્મચારીઓને રાજકીય નેતાઓ પાસે ફોન કરાવ્યા હોવાની વિગતો છે. બદલીઓને પગલે કેટલાક કર્મચારીઓએ તો પૈસા લઈને બદલીઓ થઈ હોવા સુધીના આક્ષેપો કરી દીધા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: