ગાંધીનગરસમગ્ર વિશ્વમાં પ્રચલિત ફિટનેશ સ્પર્ધા હાઇરોક્સનો આજથી ગાંધીનગર હેલીગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો છે. નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ સ્પર્ધાનું ઉદઘાટન કરાયુ હતુ. ત્રણ દિવસ ચાલનારી આ સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાંથી 6 હજાર જેટલા એથ્લેટ્સ ભાગ લેશે. ઉલ્લેખનીય છેકે, હાઇરોક્સ એ યુવાવર્ગથી લઇને મોટી ઉંમરના લોકોમાં ખુબજ પ્રચલિત છે. આ સ્પર્ધામાં ફંક્શનલ કસરતો અને એન્ડયોરન્સનું સંયોજન છે. ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આગામી 28 નવેમ્બર સુધી આ સ્પર્ધા યોજાઇ રહી છે. ત્રણ દિવસમાં અંદાજે 6 હજાર એથ્લેટ્સ આ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અંદાજીત ત્રણ હજાર અને 46 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 250થી વધુ વિદેશી એથ્લેટ્સનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં અંદાજે આઠ હજાર દર્શકો પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એથ્લેટ્સ સાથે સ્પર્ધામાં સહભાગી થયા હતા. તેઓએ ટ્રેક પર દોડ લગાવી હાયરોક્સના વિવિધ ફંક્શનલ વર્કઆઉટ સ્ટેશનો પર પણ હાથ અજમાવ્યો હતો. તેઓએ જણાવ્યુ હતુકે, ગુજરાતમાં આટલા વિશાળ સ્તરે આંતરરાષ્ટ્રિય રમતગમત સ્પર્ધાનું આયોજન કરવુ એ એક મહત્વપુર્ણ સીમાચિન્હ છે. આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની યજમાની માટે રાજ્યને સજ્જ કરવા તરફનું એક નિર્ણાયક પગલુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો