GMERS જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે લેબોરેટરી સેવાની ગુણવત્તા સુધારવા માટે આંતરરાષ્ટ્રીયકક્ષાની ટ્રેનિંગ યોજાઈ હતી. ત્રણ દિવસીય NABL ઈન્ટરનલ ઓડીટ ટ્રેનિંગ પ્રોગ્રામ હોસ્પિટલના લેબ ટેકનિશિયનો, લેબ ફેકલ્ટી સભ્યો તથા રેસિડન્ટ ડૉક્ટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્રણ દિવસ દરમિયાન આંતરિક ઓડિટ પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ, ચોક્કસ દસ્તાવેજીકરણ અને આધુનિક લેબ મેનેજમેન્ટ જેવા મહત્વના પાસાઓ પર વિગતવાર તાલીમ આપવામાં આવી હતી.NABL (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીસ)એ કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા છે. NABL માન્યતા મળવાથી લેબોરેટરી દ્વારા કરવામાં આવતા પરીક્ષણો અને તેના પરિણામો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત બને છે. આ માન્યતા લેબોરેટરીની વિશ્વસનીયતા અને પારદર્શિતામાં નોંધપાત્ર વધારો કરે છે, જેનાથી દર્દીઓને મળતા રિપોર્ટ્સ સચોટ અને પ્રમાણભૂત રહે છે. જેને લઈને ગાંધીનગર સિવિલ ખાતે તાલીમ આપવા માટે NABLના ત્રણ નેશનલ એસેસર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમની સાથે હોસ્પિટલમાં જ કાર્યરત બે નેશનલ એસેસર્સ પણ જોડાયા હતા. કુલ પાંચ નિષ્ણાતો દ્વારા સંયુક્ત રીતે તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્રણ દિવસ દરમિયાન આંતરિક ઓડિટ પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ, ચોક્કસ દસ્તાવેજીકરણ અને આધુનિક લેબ મેનેજમેન્ટ જેવા મહત્વના પાસાઓ પર તાલીમ અપાઈ હતી. તાલીમ કાર્યક્રમ પૂર્ણ થતાં હવે GMERS જનરલ હોસ્પિટલ પોતાની લેબોરેટરી સેવાઓને વધુ સુદ્રઢ બનાવીને ટૂંક સમયમાં NABL એક્રેડિટેશન માટે સત્તાવાર અરજી કરશે. આ પગલાથી હોસ્પિટલની પ્રતિષ્ઠા વધવા સાથે દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓનો લાભ મળશે.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં









