ચિલોડાથી શિહોલી તરફ જતા નેશનલ હાઇવેના સર્વિસ રોડને તાજેતરમાં RCCનો બનાવામાં આવ્યો છે. આ માર્ગ પર આવેલા ઓવર બ્રીજની નીચે આવેલા ગરનાળાના બંને તરફ અગાઉ સ્પીડ બ્રેકર બનાવામાં આવ્યા હતા. જોકે નવા રોડના કામ બાદ આ રોડ પર ગરનાળાની સામે બંને તરફ સ્પીડ બ્રેકર બનાવાનું ભુલાઇ ગયુ છે. સ્પીડ બ્રેકપરના અભાવે ગરનાળામાંથી સર્વિસ રોડ પર નીકળતી વખતે વાહન ચાલકો સર્વિસ રોડ પર પુરઝડપે નીકળતા વાહનોની ઝપટમાં આવી જવાની જોખમની સ્થિતી જોવા મળી છે. જેને લઇને આ ગરનાળા પાસે નવા સર્વિસ રોડ પર બંને તરફ સ્પીડ બ્રેકર લગાવામાં આવે એવી સ્થાનિકોની માંગણી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો