સરકારી ઇજનેરી કોલેજ (GEC), ગાંધીનગરના મેટલર્જી એન્જિનિયરિંગવિભાગ દ્વારા ધ મિસ્ટ્રીયસ આયર્ન પિલર ઓફ્ દિલ્હી (દિલ્હીનો રહસ્યમય લોહસ્તંભ) વિષય પર એક વિશેષ નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્રના મુખ્ય વક્તા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), વડોદરાના અધ્યાપક ડૉ. સુનિલકહાર હતા. તેમણે દિલ્હીના કુતુબ પરિસરમાં સ્થિત 1,600 વર્ષ જૂના લોહસ્તંભના કાટ-પ્રતિકારક ગુણધર્મોનું વૈજ્ઞાનિક અને ઐતિહાસિક વિશ્લેષણ રજૂ કર્યું હતું. તેમણે પ્રાચીન સમયમાં ધાતુ નિષ્કર્ષણની તકનીકો, ઘડતરની પદ્ધતિઓ અને હજારો વર્ષો સુધી હવામાનની અસર છતાં લોહસ્તંભને કાટથી બચાવતા રક્ષણાત્મક સ્તર વિશે વિગતવાર માહિતી આપી હતી.
