ગાંધીનગર શહેરના તમામ 11 વોર્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 132માં એપિસોડ અંતર્ગત મનકી બાત, ટિફીન કે સાથ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મહાનગર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષ દવેએ વોર્ડ નંબર-6 ના ગોકુળપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનકી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો અને કાર્યકર્તાઓ સાથે ટિફિન ભોજન કરી સંવાદ કર્યો હતો. જ્યાં વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઇ શુકલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધારાસભ્ય રીટાબેન પટેલે વોર્ડ-2 પેથાપુર ખાતે અન મેયર મીરાબેન પટેલે વોર્ડ-10ના રાયસણ ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. સંગઠનની કાર્યયોજના અનુસાર તમામ વોર્ડમાં એક વક્તાએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યુ હતું. પ્રત્યેક વોર્ડમાં બુથ સ્તર સુધીના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં જોડાયા હતા.










